મોરબી : મોરબીમાં વરીયા પ્રજાપતિ મહિલા ધૂન મંડળ દ્વારા વરિયા માતાજીના મંદિરે પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આગામી તા.૧ જૂન થી આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વરિયાનગર ખાતે આવેલ વરિયા માતાજીના મંદિરે આગામી તા.૧ જૂનથી દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે. પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિતે વરીયા પ્રજાપતિ મહિલા ધૂન મંડળ દ્વારા સમાજના સહયોગથી આ ધાર્મિક કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.