રવાપર રેસિડેન્સીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતા રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું બિલ્ડરની ઓફિસે દોડી ગયું મોરબી : મોરબીના રવાપર ગામે બનેલ રવાપર રેસિડેન્સીમાં રહેતી મહિલાઓએ પાણી પ્રશ્ને બિલ્ડરની ઓફિસે ધસી જઈને ઓફીસ પર પથ્થર મારો કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં પાણી મળતું ન હોવાથી મહિલાઓએ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું. મોરબીના રવાપર ગામે આવેલ રવાપર સોસાયટીમાં ઘણા સમયથી પાણીના પ્રશ્નએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિકોની અનેક રજુઆતો બાદ પણ સોસાયટીના બિલ્ડરે કોઇ પ્રતિભાવ ન આપતા અંતે માંહિલાઓનું ટોળુ આજે બિલ્ડરની કચેરીએ ધસી ગયું હતું. રોષે ભરાયેલ મહિલાઓએ બિલ્ડરની ઓફીસ પર પથ્થરમારો કર્યો હતો.