મોરબી : મોરબીના મકનસર અને રફાળેશ્વર વચ્ચે આવેલા પોલીસ હેડક્વાર્ટર સામે બાઈક પર પાછળ બેસીને જઈ રહેલા વૃધ્ધનું બાઇક પરથી પડી જતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી રહેતા મોહનભાઈ ઉર્ફે મનુભાઈ ખિમચંદ્રભાઈ દામાણી અને તેમના ભાઈ દયાલ ખિમચંદ્રભાઈ દામાણી ઉ.વ.૬૦ બન્ને મકનસર થી રફાળેશ્વર જતા રોડ પરથી બાઈક લઈને જઇ રહ્યા હતા. તે વેળાએ પોલીસ હેડક્વાર્ટરની સામે પાછળ બાઇકની બેઠેલા દયાલભાઈ પડી ચાલુ બાઈકે પડી જતા તેઓનું મોત નીપજ્યું હતું.