યુવકોને શિકાર બનાવી તેની પાસે યુવતી મોકલીને ધાકધમકીથી પૈસા પડાવતા, છેલ્લા અનેક સમયથી ગેંગ સક્રિય હતી મોરબી : મોરબી પંથકમાં કોઈ યુવકને શિકાર બનાવી તેની પાસે યુવતી મોકલીને બાદમાં તેની પાસેથી પૈસા પડાવતી ગેંગ સક્રિય હતી. અંતે પોલીસે આ બાબતે આ ગેંગના ૪ સભ્યો સામે ગુન્હો નોંધ્યો છે. જેમાં એક યુવતી અને એક પોલીસ કર્મીનો સમાવેશ થાય છે. ખાખી ધારી પોલીસની આવા કરતૂતોમાં સંડોવણી ખુલતા ભારે ચકચાર મચી છે. મોરબી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસ સહીત ટીમે યુવતિ મોકલીને યુવાનો ને ફસાવી તોડ કરતી ગેંગ ને ઝડપી પાડી છે. જેમા મોરબી જીલ્લામાં જુદા જુદા વિસ્તાર મા યુવતીઓ યુવક પાસે મોકલી સામાન્ય વાતચીત કરે એ અરસા મા આ તોડબાજ ટોળકી ત્યા આવી યુવક ને બ્લેકમેલ કરી લાખો રૂપીયા ના તોડ કરતી એક ગેંગે તરખાટ મચાવી ને રાખ્યો હતો જેમા લોકો પોતાની આબરૂ ન ડર થી પોલીસ ફરીયાદ થી દુર રહેતા જેમા આ અઠંગ ટોળકી મા એક પોલીસકર્મી પણ સામેલ હોવાની વાતે જોર પકડ્યુ હતુ. અને આખરે એ વાત સાચી નીકળી છે. આજે ફરીયાદી સતિષ પટેલ રહે.મોરબીએ એલસીબી સમક્ષ ફરીયાદ કરી હતી કે ગત તા.૨૫ ના રોજ બપોરે અઢી વાગ્યાના આસપાસ મનોજ બોરીચા નામના આરોપીએ ફરીયાદી સતિષ પટેલનો મોબાઈલ પર આરોપી સ્નેહા નામની યુવતિને આપ્યો હતો અને આ યુવતિ એ યુવાન સતિષને ફોન કરી વાતોમા ફસાવી મળવા માટે મોરબી કચ્છ હાઈ વે પર આવેલા ઉદરડી માતાજી ના મંદીર તરફ જવાના ગેઈટ પાસે બોલાવતા યુવક મળવા ગયેલ હતો. ભોગ બનનાર યુવક સતિષ અને યુવતિ સ્નેહા વાતચીત કરતા હતા એ દરમ્યાન વાકાનેર સીટી પોલીસમથકમા કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર તેજાભાઈ હુંબલ પોલીસના ડ્રેસમા અને અન્ય એક અજાણ્યો શખ્સ સ્વીફ્ટ કારમાં આવી ફરીયાદી સતિષ ભીમાણીને પકડી લીધો હતો અને ઢીકા-પાટુનો માર મારી ફરીયાદી યુવાન સતિષ શિવલાલભાઈ ભીમાણીનુ કારમા અપહરણ કરી આરોપી અને પોલીસકર્મી કિશોર હુંબલે પોલીસ કેસ કરવાની ગર્ભીત ધમકી આપી ડરાવી ધમકાવી તમામ આરોપીઓએ ભેગા મળી રોકડ રૂપીયા ૮૦,૦૦૦ ની લુંટ ચલાવ્યા હોવાની ફરીયાદ કરતા એલસીબીએ આ બનાવમા આરોપી પોલીસ કર્મચારી કિશોર તેજાભાઈ હુંબલ હાલ વાકાનેર સીટી , મનોજ બોરીચા, અજાણ્યો શખ્સ અને એક સ્નેહા નામની એક યુવતિ એમ મળી કુલ ચાર શખ્સો વિરુદ્ધ આઈપીસી ની કલમ 323,365,392,120(બી),34 મુજબ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મનોજ બોરીચા નામનો શખ્સ અગાઉ પણ મહીલાના આત્મહત્યા કરવા માટે મજબુરના ગુના મા જેલ ની હવા ખાઈ ચુક્યો હોવાનુ તેમજ પોલીસકર્મી કિશોર હુંબલ પણ થોડા મહીના પહેલા વાવડી રોડ પર દારૂ પી ના ધમાલ મચાવાના કેસમાં સસ્પેન્ડ થયો હતો. આ પોલીસકર્મી એ ફરી ફરજ પર આવી પોતાના લખણ ઝળકાવતા પોલીસ ની શાન પર સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી આ તમામ આરોપીઓ એ અન્ય કઈ કઈ જગ્યા એ આવા ગુના આચરી અને કેટલા લોકો ને ખંખેર્યા છે તે દિશા માં તપાસ હાથ ધરી છે.