આરોગ્ય વિભાગે હરકતમાં આવી રોગચાળો વધે નહિ તે માટે કવાયત હાથ ધરી ટંકારા : ટંકારાના ઘુનડા ખાનપર ગામે છેલ્લા કેટલાક દિવસોથી એકાએક ગામમાં માંદગીના ખાટલા વધી ગયા છે. એક નહીં પરંતુ ૯ થી ૧૦ જેટલા લોકોના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. આ અંગે આરોગ્ય વિભાગના પીએચસીના મેડિકલ ઓફિસર દ્વારા દવાના છંટકાવ અને ડેઇલી રિપોર્ટ સાથે બંધ ટાંકાઓ ના પાણી બદલાવ અને અવેડા ની સાફ-સફાઈ સાથે ગંદકી દૂર કરી તમામ દર્દીની સારવાર ચાલુ છે મેડિકલ ઓફિસર રાધિકાબેન વડાવિયાના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા ડેન્ગ્યુના મચ્છર કરડવાથી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમની દવાઓ તો શરૂ છે પરંતુ ગામમાં અન્ય રોગચાળો ન વધે અને પરિસ્થિતિ કાબૂ હેઠળ રહે એ માટે દવાના છંટકાવ અને મચ્છરના પુરાને ખતમ કરવા માટે ડેઇલી રિપોર્ટ પણ કરવાનું ચાલુ છે હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અને લોકોને પણ તંત્રને સહયોગ કરવા અપીલ કરી હતી પાણીના ખાબોચિયા અને બંધ મકાનોમાં પાણી જમા ન કરે તો સામાન્ય તાવમાં તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરે એવું પણ જણાવ્યું હતું.