સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મેળો યોજાયો મોરબી : વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારે આજરોજ ૪ વર્ષ પૂર્ણ કરી ૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિતે મોરબીમાં પ્રધાનમંત્રી દિવ્યાંગ મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ૯૦ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. આજે તા. ૨૬-૦૫-૨૦૧૮નાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર ચાર વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અવસર પર કચ્છ-મોરબી વિસ્તારના લોકપ્રિય જાગૃત સાંસદ સદસ્ય વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા , પાલિકા પ્રમુખ ગીતાબેન કંજરીયા સહીત ના વરદહસ્તે પ્રધાનમંત્રી દિવ્યાંગ મેલા અંતર્ગત મોરબી વિસ્તારનાં આશરે ૯૦ જેટલા દિવ્યાંગોને આજે સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ, પ્રતિનિધીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.