હળવદ તાલુકા ભાજપ પ્રભારીએ ગરીબ પરિવારોને મીઠાઈ આપી જન્મ દિવસ ઉજવ્યો હળવદ : હળવદમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને હળવદ ગ્રામ્ય વિસ્તારના પ્રભારીનો ૫૦મા જન્મ દિવસ નિમિત્તે ગરિબ અને મધ્યમ વર્ગના બાળકોને મીઠાઈ અને બિસ્કિટ આપીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આજના આધુનિક યુગમાં લોકો જન્મદિવસ નિમિત્તે ફાઇવ સ્ટાર હોટલોમાં ખોટા ખર્ચા કરીને પૈસા વેડફે છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખે જરૂરિયાતમંદ લોકો વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી સમાજને નવો રાહ ચિધ્યો હતો. હળવદના દરેક લોકોપયોગી કાર્યમાં અગ્રેસર રહેલા અને સરળ સ્વભાવ ધરાવતા તાલુકા ભાજપના પ્રભારી વલ્લભભાઈ પટેલને જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી. હળવદ તાલુકાના રાતાભેર ગામના વતની વલ્લભભાઈ પટેલ નાનપણથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા અને તમામ સમાજને સાથે રાખી પક્ષમાં કામ કરવાનું તેમનું સ્વપ્ન હતુ. આજના આધુનિક યુગમાં યુવા ધન અને અન્ય સમાજના લોકો જન્મ દિવસ નિમિત્તે આલિશાન હોટલો અને રેસ્ટોરન્ટમાં કેક કાપીને સગાંવહાલાં અને સ્નેહીજનોને આમંત્રણ આપીને ખોટા ખર્ચા કરી સમય વેડફે છે ત્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામના વતની અને હાલ હળવદના ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા અને છેલ્લા ૨૦ વર્ષથી ભાજપનો ભગવો ધારણ કરેલા તેમજ વિવિધ સંગઠનોમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તરીકે રહી ચુકેલા અને હાલ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને હળવદ તાલુકા ગ્રામ્ય વિસ્તારના પ્રભારી વલ્લભભાઈ પટેલનો ૫૦મા જન્મ દિવસ નિમિત્તે હળવદના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મીઠાઈ અને બિસ્કિટ આપી જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયાનો આજે જન્મ દિવસ મોરબી : મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના એવા ખીજડિયા ગામે જન્મેલા અને સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરી મોરબીમાં છવાઈ ગયેલા અરવિંદભાઈ છગનભાઇ બારૈયા આજે ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ૨૫ મે ૧૯૭૯ ના રોજ ટંકારાના નાના ખીજડિયા ગામે ધરતીપુત્રને ત્યાં જન્મેલા અરવિંદભાઈ બાળપણથી જ નેતૃત્વના ગુણો કેળવી સમાજ સેવા માટે સદાય તત્પર રહ્યા છે, આજે ભારતીય જનતા પક્ષમાં ટંકારા પડધરી મતવિસ્તારમાં સતત જાગૃત બની દોડતા અરવિંદભાઈ ટંકારા ઉમિયા લગ્ન સમિતિનું અધ્યક્ષપદ પણ શોભાવી રહ્યા છે અને સાથે સાથે મોરબી જિલ્લામાં યોજાતી ભાગવત કથામાં રૂક્ષમણી વિવાહ પ્રસંગે ખરા અર્થમાં ગરીબ પરિવારની દીકરીનું કન્યાદાન કરવાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. રાજકીયક્ષેત્ર અને ધાર્મિક મહોત્સવમાં અનન્ય સેવા આપનાર અરવિંદભાઈ દ્વારા દર વર્ષે નવરાત્રીમાં કરવામાં આવતા ઉમા નવરાત્રી મહોત્સવના આયોજનને કારણે મોરબીના યુવા હૈયાઓમાં પણ લોક લાડીલા બન્યા છે, આજે તેમના જન્મ દિવસે મોબાઈલ નંબર +919913957348 પર મિત્રવર્તુળ, સગાસ્નેહી અને આપ્તજનો તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. મોરબીના જાણીતા તબીબ સ્પર્શ ક્લીનીક વાળા ડો.જયેશ ભાઈ સનારીયાનો આજે જન્મદીન.. મોરબી : મોરબી ના પ્રખ્યાત ડર્મિટોલોજીસ્ટ સ્પર્શ ક્લીનીક વાળા ડો.જયેશ ભાઈ સનારીયા નો જન્મ તા. ૨૫-૫-૧૯૮૧ ના રોજ થયો હતો. બાળપણ થી સરળ અને મળતાવળા સ્વભાવ ના જયેશ ભાઈ એ M.B.D.V.D. નો ઉચ્ચ અભ્યાસ કરી કોસ્મેટીક ડર્મેટોલોજીસ્ટ તરીકે મોરબી મા સ્પર્શ ક્લીનીક સ્થાપી કારકિર્દી ની શરૂઆત કરી. તેમણે સૌપ્રથમ મોરબી મા હેર ટ્રાસ્પ્લાન્ટ કરી તબીબી ક્ષેત્રે નવી સિધ્ધી હાંસલ કરી છે તે ઉપરાંત તેમની ક્લીનીકે સમગ્ર ગુજરાત મા શ્રેષ્ઠ ક્લીનીક નો એવોર્ડ મેળવી મોરબી નુ ગૌરવ વધાર્યુ છે. આજે ચામળી ના રોગ ના નિષ્ણાંત એવા ડો. જયેશ ભાઈ જીવન ના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષ મા મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના સગા સંબંધીઓ, પરિવારજનો, મિત્રો, સ્નેહીજનો તરફ થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે. મોરબી જિલ્લા માલધારી સેલના પ્રમુખ મનસુખભાઇ રબારીનો આજે જન્મદિવસ મોરબી : મોરબી જિલ્લા માલધારી સેલના પ્રમુખ તેમજ બેલા ગામ ના માજી સરપંચ અને લોકપ્રિય યુવા નેતા મનસુખભાઇ રબારી નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના પર અભિનંદન નો ધોધ વરસી રહ્યો છે આ પ્રસંગે મોરબીના આગેવાનો તેમના સાથી મિત્રો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. મનસુખભાઇ રબારીએ આર્ટ્સમાં સ્નાતક ડીગ્રી મેળવ્યા બાદ બેલાના સરપંચ બની બેલા ગામમા અથાગ સેવા કરી છે તેમજ આજે પણ તેઓ ગામના સક્રિય લોકસેવક છે તેઓ (ગોરસ) ગુજરાત ગોપાલક રચનાત્મક સમિતિ ના મોરબી જિલ્લા ના પ્રમુખ છે અનેક સેવાકિય સંસ્થાઓ સાથે સકળાયેલા છે તેઓ સર્વધર્મ સમભાવ ની સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના ધરાવે છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે મો.નં. ૯૯૦૯૦ ૮૦૮૭૦ ઉપર ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે. ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાનો આજે જન્મદિવસ ટંકારા : આજે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વલમજીભાઈ વામજાનો જન્મદિવસ છે. લોકસેવામાં હમેશા અગ્રેસર રહેતા ગૌતમભાઈને આજે ઠેર ઠેર થી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. ગૌતમભાઈનો જન્મ એક ખેડુત પરીવારમા થયો હોવાથી નાનપણથી જ તેઓ ગૌ સેવા સાથે સંકળાયેલા છે. હાલ ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તેમજ ટંકારા તાલુકા વિધાર્થી એકતા સંગઠનના ઉપપ્રમુખ છે. ગતવર્ષની અતિવુષ્ટીના સમયમા પોતે પોતાની ફરજ સમજી પુરગ્રસ્તોની સાથે રહી સેવા આપેલ હંમેશા ખેડુતોની સાથે રહી તેમની વેદના સમજી ખેડુતોના પાકવિમા જેવા પ્રાણપ્રશ્નોને સરકાર સુધી પહોચાડયા છે. આ સાથે ગૌતમભાઈએ મોરબી જીલ્લાના વિધાર્થીઅોને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન હેલ્પ સેન્ટરની અનેક રજુઆત કરી મોરબીમા કાર્યરત કરાવવામા તેમનો સિંહફાળો રહેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સ્નેહીજનો તેમજ બહોળુ મિત્રસર્કલ ધરાવતા હોવાથી તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.