ઝૂંપડપટીના બાળકોને સ્નાન કરાવી કપડાં , ચપલ સહિતની ચીજ વસ્તુઓ વિતરણ કરી રસપુરીનું ભોજન કરાવાયું મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેન રબારીના લગ્નની વર્ષગાંઠ તેમજ તેમની પુત્રી મનસ્વીના જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડપટીના બાળકોને સ્નાન કરાવી કપડાં, ચંપલ સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકોને રસપુરીનું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા ગ્રૂપનાં મેન્ટોર દેવેન રબારી દ્વારા તેમની વર્ષગાંઠ તેમજ દીકરી મનસ્વીના જન્મદિવસ નિમિતે આજરોજ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે 'આપવાનો આનંદ ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક ક્રિયામાં સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્નાન કરાવી સ્વાસ્થ્ય સંબંધી ચીજ વસ્તુની કીટ જેમાં સાબુ,તેલ, હેન્ડ વોસ , નેઇલ કટર વિગેરે વસ્તુઓની કિટ આપવામાં આવી હતી. ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને નવા કપડાં અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ બાળકોને આનંદથી રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરવામાં આવ્યું હતું.