વાંકાનેર : વાંકાનેરમાં પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રૂ.૧૧,૦૨૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાકાનેરમાં પોસ્ટ ઓફીસ ઓફીસ પાછળ આવેલા પોટરી ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા સિકંદર જુસબભાઈ પીપરવાડિયા, દિલીપભાઈ જેઠાભાઈ મકવાણા , મયુરભાઈ ગોરધનભાઈ જંજવાડિયા અને પંકજભાઈ કિશોરભાઈ ચૌહાણને પોલીસે રોકડ રૂ.૧૧,૦૨૦ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.