સરસ્વતી નિકેતન આશ્રમના ભણદેવજી અને આર.એસ.એસ.ના પ્રાંત સહ કાર્યવાહ શૈલેષભાઇ પટેલ હાજરી આપશે મોરબી : મોરબીના જોધપર ગામે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી તા.૨૬ને શનિવારના રોજ સાર્વજનિક સમારોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોધપર ગામે પટેલ બોર્ડિંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગુજરાત પ્રાંતનો શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે. આગામી તા.૨૬ ને શનિવારના રોજ સાંજે ૬ કલાકે શિક્ષા વર્ગનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અતિથિ સ્વરૂપે જોધપરના સરસ્વતી નિકેતન આશ્રમના ભણદેવજી અને મુખ્ય વક્તા સ્વરૂપે આર.એસ.એસ.ના પ્રાંત સહ કાર્યવાહ શૈલેષભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. સાર્વજનિક સમારોપમાં સ્વાગત પ્રણામ, ધ્વજારોહણ, પ્રાર્થના, પ્રાત્યક્ષીક, સ્વાગત, પરિચય , આભારવિધિ, અમૃતવચન, વ્યક્તિગત ગીત, અતિથિ વિશેષનું ઉદબોધન, વક્તાનું ઉદબોધન અને ધ્વજાવતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.