મોરબી: અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાતા હાલ નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ ચડાવવા આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું હતું જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા વાવાઝોડાની શકયતા જોવાઇ રહી છે. વાવાઝોડાને કારણે ઝડપી પવન ફૂંકવાની શક્યતા જોવાઇ રહી છે અને હવામાન વિભાગે તમામ બંદરોને એલર્ટ કરતા નવલખી બંદર પર બે નંબર નું સિગ્નલ ચડાવાયું છે.