પુરપાટ ઝડપે દોડતા વાહનોની સ્પીડ પર નિયંત્રણ લાવવા સામાજિક કાર્યકરની ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે અકસ્માતો સર્જાવાનું જોખમ સર્જાયું છે. ત્યારે અકસ્માત સર્જાય તે પૂર્વે સ્પીડ બ્રેકર બનાવામા આવે તેવી સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી છે. મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે શનાળા બાયપાસ પાસે રોડ પર અકસ્માતોનું જોખમ છે. આ રોડ પર પુરપાટ ઝડપે વાહનો દોડતા હોવાથી આસપાસના રહીશો પર અકસ્માતનો ભય રહે છે. વધુમાં જણાવ્યું કે શનાળા બાયપાસ પાસેના ગોકુલનગર, લાયન્સનગર, ફિદાઈ પાર્ક, તુલસીપાર્ક, આનંદનગર વાડી સહિતના વિસ્તારોના લોકોને જાનના જોખમે આ માર્ગ પરથી નીકળવું પડે છે. જાહેર સલામતીના ભાગ રૂપે શનાળા બાયપાસ પાસે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે.