દારૂ પીવાની આદત વાળા શખ્સના મૃતદેહને કુતરાઓએ ફાળી ખાધો મોરબી : મોરબીના શાપર નજીક એક અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ પડી હોવાની જાણ થતાં તુરત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ લાશ દેવીપૂજક શખ્સની હોવાનું બહાર આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા ના શાપર થી જેતપર તરફ જવાના પુલ નીચે કુતરા એ ફાડી ખાધેલ અને કોહવાયેલ હાલત મા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યા ની જાણ તાલુકા પોલીસને શાપર ગામના સરપંચ અનુભાઈ એ સવારે નવ વાગ્યે જાણ કરતા તાલકા પીએસઆઈ એસ.એ.ગોહીલ સહીત નો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોચી પ્રાથમીક તપાસ શરૂ કરી હતી. વધુમાં આ મૃતદેહ પાચ થી છ દિવસ જુનો અને શાપર ગામના વતની રમેશ ગોવીંદભાઈ માલણીયાત જાતે દેવીપુજક નો હોવાનુ બહાર આવ્યુ હતુ.આ ઘટના મા તાલુકા પોલીસે મૃતક રમેશભાઈ ના પરિવારજનો ને જાણ કરી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી આગળ ની તપાસ પીએસઆઈ એસ.એ.ગોહીલ ચલાવી રહ્યા છે.