મોરબી : મોરબીના જોધપર ગામે પટેલ બોર્ડિંગ ખાતે આયોજિત આર.આર.એસના ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગમાં ૫૬૦ જેટલા સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે પથસંચલન કર્યું હતું. મોરબીના જોધપર (નદી) ગામે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના ગુજરાત પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે. આ શિક્ષા વર્ગ અંતર્ગત આર.આર.એસ.ના સ્વયંસેવકોના પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૬૦ જેટલા આર.એસ.એસ.ના સ્વયંસેવકોએ પટેલ બોર્ડિંગથી સમગ્ર જોધપર ગામમાં શિસ્તબદ્ધ રીતે પથસંચલન કર્યું હતું.