જિલ્લાના ૨૪૪ ગ્રામીણ ડાક સેવકો દ્વારા સાતમા પગાર પંચની માંગ મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવકો દ્વારા સાતમા પગાર પંચની માંગ સાથે હડતાલ શરૂ કરવામાં આવી છે જેમાં આજે મુખ્ય પોસ્ટ ઓફીસ સામે ધરણાં કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના ગ્રામીણ ડાક સેવકો દ્વારા આજથી અચોક્કસ મુદતની દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા અને મુખ્ય પોસ્ટ ઓફીસ સામે સૂત્રોચ્ચાર કરી ધરણા યોજવામાં આવ્યા હતા. વધુમાં મોરબી જિલ્લામાં ૨૪૪ જેટલા ગ્રામીણ ડાક સેવકો ફરજ બજાવે છે અને સાતમા પગારપંચ મુજબ વેતન ચૂકવવા સરકાર સહમત ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા નીર્ધાર વ્યક્ત કર્યો હતો.