હળવદ : હળવદ બસ સ્ટેન્ડ પાછળથી ૬ બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિજયભાઈ રઘુભાઈ કાલોતરાને ૬ બોટલ વિદેશી કીમત રૂ.૧૮૦૦ સાથે પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે દારૂ અને મોબાઈલ મળી કુલ રૂ.૫૮૦૦નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.