બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન મોહનજીભાઈ વીંછીની બ્રહ્મભોજન કરવાની ઈચ્છા તેમના સંતાનોએ સહર્ષ સ્વીકારીને આયોજન ઘડ્યું ટંકારા : ટંકારાના બ્રહ્મક્ષત્રિય પરીવારે બ્રહ્મચોર્યાસીનું ધાર્મિક આયોજન કરીને તમામ ભુદેવ પરીવારો અને સાધુસમાજના પરીવારોને આદરપૂવઁક આગોતરા નોતરીને બ્રહ્મભોજન કરાવી પ્રાચીન સંસ્કૃતી ઉજાગર કરી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભૂદેવો અને સાધુ પરિવારોએ એક પંગતે બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ટંકારામા વસતા બ઼હ્મક્ષત્રિય પરીવારના જીવનની સંધ્યાઍ પહોંચેલા મંજુલાબેન મોહનજીભાઈ વિંછીઍ પોતાના સંતાનો સહિતના પરીવાર સાથે પરામશઁ કરીને શહેરના તમામ ભૂદેવ પરીવારો,સાધુસમાજના પરીવારો સહિત ધામિઁક દ્ષ્ટિઍ ચોયાઁસીના ઑઠામા આવતા આદર કરવા પાત્ર પરિવારોને આગોતરા નોતરીને બ઼હ્મચોયાઁસીનો ધામિઁક ઉત્સવ યોજવાનું આયોજન કર્યું હતું. ભૂદેવો,સાધુઑને ભાવ વંદના કરી પોતાના આંગણે ભોજનીયા કરાવવાનો પ઼સ્તાવ મુકતા તેમના સંતાનો વિજયભાઈ,જગદીશભાઈ,બિપીનભાઈ,ચંદુભાઈ તેમજ પૌત્ર પ્રશાંતભાઈ, ધવલભાઈ અને નિકુંજભાઈ સહિતનાઍ માતાની ઈચ્છા પૂણઁ કરવાનુ નકી કયુઁ હતુ. ધમઁની દ્રષ્ટિઍ ઉતમ ગણાતા બ઼હ્મચોયાઁસી કાયઁક઼મમાં શહેરમાં વસતા તમામ ભુદેવોને ધરતી ઉપરના દેવ તરીકેનો દરજજો આપીને તથા સાધુસમાજને પણ પુજનીય માનીને આદર પૂવઁક તેડાવવાનુ આયોજન ઘડી કાઢયુ હતુ. બ઼હ્મસમાજ તથા સાધુ સમાજને પરીવાર સાથે ભોજન કરાવી પ્રાચીન કાળમાં બ઼ાહ્મણો અને સાધુઑ ને જે રીતે પુજનીય માનવા માં આવતા હતા તે રીતે જ આદરભાવ આપી ને આજના કળીકાળ યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતીનુ જતન કરવા માટે કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. બ્રહ્મસમાજના પ્રમુખ હષઁદભાઈ ત્રિવેદી,મહામંત્રી જવાહરભાઈ ઠાકર અને ઉપપ઼મુખ રમેશભાઈ ત્રિવેદી,શશીભાઈ આચાયઁ,કારોબારીના નરેન્દૃ જાની તથા રામાનંદી સાધુસમાજ ના મોભી રામપ્રસાદભાઈ કુબાવત સાથે બેઠક યોજી બંને સમાજને આદરપૂવઁક પ્રસાદગ્રહણ કરાવવા ની ઈચ્છા વ્યકત કરી મંજુરી માંગી હતી. યજમાનની લાગણીથી પ્રભાવિત થઈ બંને સમાજે સાથે મળીને આદર સત્કારનો સ્વિકાર કયોઁ હતો. આ અંગે બ્રહ્મક્ષત્રિય પરીવારે ધામિઁક આયોજન કરવા પાછળનું કારણ જણાવતા કહ્યુ હતુ કે હાલની સાંપ્રત સ્થિતી અને પશ્ર્ચિમી સંસ્કૃતીનુ આક્રમણ આજની યુવાપેઢી ઉપર હાવી થઈ ગયુ છે.તેથી તેઑને આપણા પૂવઁજોના સંસ્કાર વારસા અંગેનુ જ્ઞાન જ નથી. ઈશ્ર્વરને પ્રાપ્ત કરવા હોઈ તો તેમના વહાલાને પ્રથમ રીઝવવા પડે તેની સમજ આપવા અને અવાઁચીન સંસ્કૃતિના આક્રમણ થી પ્રાચીન સંસ્કૃતી લુપ્ત ન થાય તેવો ભાવ માતાનો હોવાનુ જણાવ્યું હતું.