મોરબી : માળીયા નજીક લૂંટ અને ખૂનના ગુનામાં ડફેર ગેંગના ૧૧ આરોપી પૈકી ૨ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે બન્ને આરોપીઓની ૧૦ દિવસની પોલીસ રિમાન્ડ મંજુર કરી છે. મોરબી - માળીયા - હળવદ હાઇવે પર એકજ રાત્રીના સ્ત્રી વેશધારણ કરી ટ્રક ચાલકોને બેટરી બતાવી લાલચ આપી ત્રણ થી ચાર લૂંટને અંજામ આપ્યા બાદ એક ટ્રક ચાલકની હત્યા કરનાર ટોળકીના બે શખ્સો સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ દરબાર અને કિશન ચંદુભાઇ જાદવ રહે બન્ને ગાંગડ, તા. બાવળા જી.અમદાવાદ વાળાને પોલીસે દબોચી લીધા હતા. આ બન્ને આરોપીઓને પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. ત્યારે કોર્ટે લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા બન્ને આરોપીઓની ૧૦ દિવસની પોલીસ રિમાન્ડ મંજુર કરી છે.