મિહિરગીરી ગોસાઈએ ગોલ્ડ મેળવતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા મોરબી : મોરબીમાં ઇડન હિલ્સ દ્વારા વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા મિહિરગીરી ગોસાઈએ પ્રથમ ક્રમાંક મેળવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ઇડન હિલ્સ દ્વારા વોલીબોલ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, બેડમિન્ટન, સ્નુકર, બાસ્કેટબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેબલ ટેનિસમાં મોરબી જિલ્લામાંથી કુલ ૨૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થી ગોસાઈ મિહિરગીરી કૈલાસગીરીએ પ્રથમનંબર મેળવી ગોલ્ડમેડલ વિજેતા થયેલ છે, આ સિદ્ધિ થકી નવયુગ પરિવારનું ગૌરવ વધારેલ છે તે બદલ પ્રમુખશ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા છે. સદાય ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી નવયુગ પરિવારે શુભકામના પાઠવી છે. વધુમાં નવયુગના પીટી ટીચર તરુંણભાઈ પટેલએ વધુમાં જણાવ્યું કે આ વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પણ મેદાન મારે તે માટેની સંપૂર્ણ તૈયારી બતાવી હતી. જેના માટેની તમામ સાધનો અને પ્રેક્ટિસની વ્યવસ્થા નવયુગ વિદ્યાલય તરફથી આપવામાં આવશે.