મોરબી : મોરબીના વતની અને પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડિયા પાસેથી ખંડણી લાંગનાર મુંબઈના આસી. ડાયરેક્ટરને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. મોરબીના વતની અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયાને ગેંગસ્ટર રવિ પુજારીના સાગરીતના નામે ફોન કરી ખંડણી માંગનાર આરોપી આશીષકુમાર રામનરેશ શર્મા ઉ.વ.૨૫ને પોલિસે દબોચી લઈને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા આ આરોપીની ૩ દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવી છે.