શનાળા થી રવાપર - લીલાપર - જોધપર થઈ નેશનલ હાઇવે રફાળેશ્વર સુધી બાયપાસ રોડ બનાવવાની માંગ મોરબી : મોરબીમાં અકસ્માતો તેમજ ટ્રાફિકની સમસ્યા નિવારવા બાયપાસ -૨ પ્રોજેકટ અપનાવવાની તાતી જરૂરિયાત છે. જે અંગે એક જાગૃત નાગરીકે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબીમાં અકસ્માતનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જઇ રહ્યું છે. ઉપરાંત ટ્રાફિક સમસ્યા પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે મોરબીમાં બાયપાસ -૨ પ્રોજેકટ અમલમાં લાવવો એ સમયની માંગ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે બાયપાસ- ૨ પ્રોજેકટ મંજુર કરી શનાળા થી રવાપર - લીલાપર - જોધપર થઈ નેશનલ હાઇવે રફાળેશ્વર સુધી બાયપાસ રોડ બનાવવામાં આવે તો બિન જરુરી વાહનો મોરબી શહેરમાં પ્રવેશ કરતા અટકશે. જેના કારણે અકસ્માત તેમજ ટ્રાફિકનું પ્રમાણ ઘટશે.