મોરબીમાં રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ અને કરોડોના કિંમતી બંગલાનું વેલ્યુએશન કરાયું મોરબી : એસીબીના છટકામાં ફસાયેલા અને લાખોની રોકડ સાથે ઝડપાયેલા જમીન વિકાસ નિગમના એમડી ડો. કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા મોરબીમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ધરાવતો હોવાનું બહાર આવતા એસીબીની ટીમ મોરબી દોડી આવી હતી અને લાચિયા એમડીની મિલકતોનું વેલ્યુએશન શરૂ કર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ જમીન વિકાસ નિગમમાં એસીબીએ દરોડા પાડ્યા બાદ મેનેજીંગ ડાયરેકટર ડો. કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજાની આવકથી વધુ સંપત્તિના મામલે તપાસ શરૂ કરી છે. જેના અનુસંધાને મોરબીમાં આવેલી તેની મિલ્કતો અંગે એસીબી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, દેત્રોજાની મોરબીમાં કરોડોની મિલ્કતો આવેલી છે. વધુમાં મોરબી જમીન વિકાસ નિગમના એમ.ડી. દેત્રોજા મોરબી ખાતે અલગ અલગ ત્રણ જેટલી મિલકતો નું વેલ્યુએશન ચાલુ છે જેમાં મોરબીમાં આવેલ રેસ્ટોરન્ટ, ફ્લોરા હાઉસમાં આવેલ બંગલો અને નવા ગામ નજીક લખધીર નગર ખાતે ના ફાર્મ હાઉસની મિલકતનું એસીબી દ્વારા વેલ્યુએશન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.