મહિલા સરપંચ તેમજ ગ્રામજનો લડી લેવાના મૂડમાં : ધારાસભ્ય અને પાણી પુરવઠા તંત્રએ છાવણીની મુલાકાત લીધી ટંકારા : ટંકારામાં ભાજપ તરફેણના સરપંચ અને સભ્યો તેની જ સરકાર સામે શુદ્ધ પીવાના પાણી માટે ઉપવાસ પર ઊતર્યા છે. ઉપવાસને ૨૪ કલાકનો સમય પૂર્ણ થયો હોવા છતાં હજી કોઈ નિવેડો આવ્યો નથી. ધારાસભ્ય અને પાણી પુરવઠા તંત્ર પણ છાવણીની મુલાકાત લીધી પરંતુ ઘટતુ કરવાના કોઈ એંધાણ દેખાયા નથી. ટંકારા ગામને સુંદર સ્વચ્છ અને સમસ્યાથી પર કરવાના હેતુથી રાજકીય ક્ષેત્રે ઝંપલાવનાર સરપંચ હવે છાવણી ના સહારે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી છે. આજથી છ વર્ષ પહેલા ત્રણ વર્ષની રજુઆતો બાદ ટંકારા ને શુધ્ધ પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ મંજુર થયેલ હતું. પીવાના પાણીનો સંપ અને ફિલ્ટર પ્લાન્ટ આજે ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં પણ આ કામ શરૂ ન થતા અંતે કોઈપણ ભોગે સંપ અને ફિલ્ટર પ્લાન્ટ મંજૂર થયેલું કામ શરૂ કરાયું નથી. આ કામ શરૂ કરવાની માંગ સાથે જીત સાથે ટંકારા મહિલા સરપંચે નિશાબેન ત્રિવેદી અને તેમના પતિ પૂર્વ સરપંચ કાનાભાઈ તથા સાથી સભ્યો તેમજ નગરજનો ટંકારા મામલતદાર કચેરી ખાતે આમરણ ઉપવાસ પર બેઠા છે ઉપવાસ છાવણીને આજે ૨૪ કલાક જેટલો સમય વીતી ગયો છે આ સમસ્યાને ઉકેલવા માટે હજી તો કોઈ રસ્તો તો નથી આ ઉપવાસી છાવણી ની મુલાકાતે પાણી પુરવઠા ના ના. કા. ઈજનેર જાડેજા દોડી આવ્યા હતા અને ફરી એજ રટી પટ્ટી વાત કે મજુરી પ્રક્રિયા ગાંધીનગરથી થાય છે અમારા હાથમાં કાંઈ નથી. ટંકારા પડધરી ધારાસભ્ય લલિત કગથરા પણ મુલાકાતે આવ્યા હતા અને ડી. ડી.ઓ ની સાથે રૂબરૂ ચર્ચા કરી આ અંગે ધટતુ કરવા સરકાર નુ ધ્યાન દોરવા જણાવ્યું હતું તો આંદોલન ને ખુલ્લો ટેકો આપી પોતે પણ જરૂર પડ્યે ઉપવાસ પર બેસવાની તૈયારી બતાવી હતી. પરંતુ આ પાણી માટે પાણી પત શુ કામ થાય છે તે મોટો સવાલ છે આ સમસ્યા ઉભી થઈ તેનુ કારણ શુ છે? અત્રે ઉલ્લેખનીય છે કે આ પંચાયત બોડી ભાજપ તરફેણમાં હોય અને સભ્ય તો પક્ષ ના હોદેદારો હોવા છતાં તેની સરકાર સામે ન્યાય મેળવવા છાવણી નાખવી પડે તે ગજબ કહેવાય. પરંતુ ગરમી થી ત્રસ્ત કાળામાથાનો માનવી હાલતો આ ટોપ ઓફ ધ ટાઉન બનેલા મુદે વ્યસ્ત છે.