મોરબી : પીજીવીસીએલ ટીમ દ્વારા રીપેરીંગ કામ શરુ હોય જેથી આજે બુધવારે મોરબીના પંચાસર રોડ, અયોધ્યાપૂરી રોડ, સાવસર પ્લોટ, મુન નગર, વાવડી રોડ જેવા અનેક વિસ્તરોમાં બપોરના ૧૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલમાંથી મળતી માહિતી મુજબ આજરોજ બુધવારે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારો બપોરના ૧૨ વાગ્યા સુધી વીજકાપ રહેશે. શહેરના પંચાસર રોડ, અયોધ્યાપૂરી રોડ, સાવસર પ્લોટ, મુન નગર, વાવડી રોડ જેવા મહત્વના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.