જામનગરથી અજમો ભરીને નીકળેલી ટ્રક આંતરી લૂંટારુંઓએ ૧૫ હજારનો મોબાઈલ લૂંટયો મોરબી : માળિયાના વાધરવા નજીક હાઇવે પર ટ્રકને આંતરી લૂંટ ચલાવી ડ્રાંઇવરની હત્યા કરવા પ્રકરણમાં આ ટ્રક જામનગરથી અજમો ભરી ઊંઝા જી રહ્યો હતો ત્યારે ૯ લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું છે. માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલાના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે ૧૧.૩૦ કલાકે ટ્રક નંબર જીજે ૧૦ ટીવી ૭૦૬૨ માં અજમો ભરી ડ્રાંઇવર સુખારામ રામમિલનપાલ ઉ. ૪૬, રે,ઢણાસોલી, તા. જયસિંગપુર, જિલ્લો,સુલતાનપુર, ઉત્તર પ્રદેશવાળા અને ક્લીનર ચિંતા રામપાલ રહે.ખોજપુર, ઉત્તરપ્રદેશ વાળા નીકળ્યા હતા અને માળીયા હળવદ હાઇવે ઉપર વાધરવા ગામના પાટિયા પાસે પહોંચતા જ નવ લૂંટારુઓએ ટ્રક ને આંતરી લીધો હોવાનું ક્લીનરે પોલીસને જણાવ્યું હતું. વધુમાં લૂંટારુઓએ ટ્રક ડ્રાઇવરનો ૧૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ લૂંટી લઈ બેફામ માર મારતા ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે ક્લીનરને પણ બાંધી દીધો હતો. જોકે ડ્રાઇવરના મોત બાદ લૂંટારું હત્યારા ક્લીનરને છોડી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.