મોરબી : માળીયા નજીક હાઇવે પર ગત રાત્રીના લૂંટારુ ટોળકીએ કહેર વરસાવી ત્રણ થી ચાર ટ્રકોમાં લૂંટ ચાવ્યા બાદ છેલ્લે વધારવા ગામ પાસે એક ટ્રક ચાલકને લૂંટી લઇ તેની હત્યા કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા છે. મોરબી જિલ્લા પોલીસે બનાવ અંગે તપાસ શરુ કરવા સાત ટીમો બનાવી લુટારુઓની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ લૂંટારુ ટોળકીએ બે જગ્યાએ ધામા નાખી ટ્રકોમાં લૂંટ ચલાવી હતી. જેમાં એક જગ્યાએ ટ્રક ચાલકને લૂંટી તેને ઢોર માર મારી તેની હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે. ત્યારે ગંભીર ઘટના અંગે મોરબી જિલ્લાના એએસપી અક્ષયરાજ મકવાણા નું શું કેહવું છે તે જાણવા જુઓ મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ નીચેની લિન્કમાં.. https://www.youtube.com/watch?v=4i7o_Px7Xt8