મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે નવરંગ નેચર કલબ દ્વારા દાતાઓના સહયોગથી આગામી તા. ૧૩ ને રવિવારના રોજ ચકલી ઘર, માટીના પાણીના પરબ અને ચબૂતરાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે નવરંગ નેચર કલબ દ્વારા દાતાઓના સહયોગ થી આગામી તા. ૧૩ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ ચકલી ઘર, માટીના પાણીના પરબ અને ચબૂતરાના વિતરણનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ અતિથિ વિશેષ તરીકે આપાભાઈ કુંભરવાડીયા, પ્રભુભાઈ ભૂત, પી.સી.ઓગણેજા, પ્રકાશભાઈ ચબાડ અને જીવણભાઈ કુંભરવાડિયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતેન્દ્રભાઈ ઠક્કર, મારુતિસાહેબ , ભગવાનજીભાઈ કુંભવાડીયા, આલાભાઈ બાળા , બાબુભાઇ બાળા સહિતના સેવાભાવી આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલા મો.નં. ૯૪૨૭૫ ૬૩૮૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.