મોરબી : મોરબીના ભરતનગર ગામે ઘરની બહાર પાર્ક કરેલું બાઈક તસ્કરો ચોરી કરી ગયા હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામે મિત્રના ઘરની બહાર પાર્ક કરેલ હીરો સુપર સ્પ્લેન્ડર બાઈક કોઈ તસ્કરો ચોરી કરી ગયા હતા. આ અંગે દિનેશભાઇ હરિભાઈ ગોધાણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.