મોરબી : મોરબી જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી પૂર્ણ થઈ ન હોવાથી મતદાર સહાયતા કેન્દ્રમાં મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવાની કામગીરી આગામી તા.૨૦ સુધી સ્થગિત કરવામાં આવી છે મુખ્ય નિર્વાચિન અધિકારી, ગાંધીનગરના તા. ૧૩ એપ્રિલના પત્રથી નવા નોંધાયેલા તમામ મતદારોને નવા ઇપીઆઇસી નંબરની ફાળવણી ન થાય ત્યા સુધી એટલે કે તા.૧૬ એપ્રિલ થી તા.૫ મેં દરમ્યાન તમામ મતદાર સહાયતા કેન્દ્રો ખાતેથી મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવાની કામગીરી સ્થગિત કરવા જણાવવામાં આવેલ હતું. પરંતુ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવાની કામગીરી પૂર્ણ થયેલ ન હોય તમામ મતદાર સહાયતા કેન્દ્રો પાસેથી મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવાની કામગીરી તા.૨૦ મે સુધી સ્થગિત કરવામાં આવે છે. આ અંગે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર મોરબી આર.જે.માકડીયાની યાદીમાં જણાવાયું છે.