મોરબી : મોરબી હાઇવે પર ખાખરાળા અને બરવાળા વચ્ચે એક ટ્રક ચાલકે કારને હડફેટે લેતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ અને જામનગર ખાતે સારવારમાં ખસરડાયેલ છે. જાણવા મળ્યા મુજબ મોરબી માળીયા હાઇવે પર ખાખરાળા અને બરવાળા ગામના પાટિયા વચ્ચે ટ્રક ચાલકે મારુતિકારને હડફેટે લેતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા વ્યક્તિઓને ઇજા પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ અને જામનગર હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.