25 ટ્રેકટર નીણ જેટલો જથ્થો આગની ઝપટમાં આવી ગયો : ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો મોરબી : મોરબીના રવાપર ગામ નજીક આવેલી આવેલ માધવ ગૌ-શાળામાં અચાનક આગ ભભુકી હતી. જેમાં ગૌ-શાળામાં પડેલ કડબ બળીને ખાખ થઈ હતી. જ્યારે ધટનાની જાણ થતા ફાયરની ટીમ ધટના સ્થળે પોહચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. માધવ ગૌ શાળામાં લાગેલી આગની ઘટના અને ગૌ શાળાના સંચાલક નવીનભાઈએ જણાવ્યું હતું કે આગમાં 25 ટ્રેકટર નીણ જેટલો જથ્થો ઝપટમાં આવી ગયો હતો. જ્યારે હાલ ગૌ-શાળાના કર્મચારીઓ સહીત આગેવાન તેમજ ફાયરની ટીમ દ્રારા આગને કાબુ કરવાના પ્રયતન હાથ ધરતા કોઈ મોટી નુકશાની થઇ તે પેહલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. [caption id='attachment_3695' align='aligncenter' width='300'] ફાઇલ તસ્વીર[/caption]