મોરબી : હોસ્ટેલ સુવિધા સાથે તદ્દન નજીવી ફી માં શ્રેષ્ઠ શિક્ષણ આપતા જોધપર શૈક્ષણિક સંકુલને પુનઃ ધમધમતું કરવાના ઉદેશ સાથે બેલા- ભરતનગરના ખોખરા હનુમાનજી ધામ ખાતે આગામી ૯ મીએ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જોધપર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓએ રહેવા જમવાની સુવિધા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવતું હતું. આ સંકુલને ફરી શરૂ કરવાના આશયથી તા.૯ ને બુધવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.બેલા- ભરતનગરના ખોખરા હનુમાનજી ધામ ખાતે યોજાનાર આ શિબિરમાં અધ્યક્ષ સ્થાને પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે આ શિબિરમાં મહામંડલેશ્વર પૂ.માં કનકેશ્વરીદેવીજી આર્શીવચન પાઠવશે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહેશે. શિબિરમાં ડૉ. સતીષભાઈ પટેલ સંસ્થા પરિચય સાથે વક્તવ્ય આપશે. સમારોહ સંપન્ન થયા બાદ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષણ અને ઉજજવળ ભવિષ્યની ચિંતા કરવા માટે આ શિબિરમાં પૂરી ગંભીરતાથી ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.