ટંકારા : ટંકારાના સાવડી ગામે મકાન પ્રશ્ને ચાલતી માથાકુટમાં ચાર મહિલાઓએ એક સંપ કરી અન્ય મહિલાને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ચકચાર જાગી છે. જાણવા મળ્યા મુજબ ટંકારના સાવડી ગામે આવેલ મકાન મામલે માથાકુટ ચાલતી હોય ફરિયાદી નર્મદાબેન વસંતભાઇ દુબરીયા જાતે પટેલ ઉ.વ. ૩૬ ધંધો ઘરકામરહે. ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.-૧ તા.ટંકારા જી.મોરબી વાળાને આરોપી (૧) ભગવતીબેન હેંમંતભાઇ દુબરીયા (૨) ચાંદનીબેન હેમંતભાઇ દુબરીયા રહે બંને ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી (૩) મંજુલાબેન જીવણભાઇ દુબરીયા (૪) ઉર્મીલાબેનસંજયભાઇ દુબરીયા રહે બંને કલ્યાણપર તા ટંકારા વાળાઓએ બોલાચાલી કરી ફરી.ને ઢીકાપાટુનો મુંઢ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરતા ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.