મોરબી : મોરબીના જેપુર ગામે એકલવાયું જીવન જીવતા વૃધ્ધાએ કંટાળી જઈને અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જેપુર ગામે રહેતા રેવીબેન ભગવાનજીભાઈ પટેલ ઉ.વ.૭૫એ અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું કે વૃધ્ધાએ એલકવાયા જીવન થી કંટાળી જઈને આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.