બિહારી શખ્સની અટકાયત કરી તાલુકા પોલિસે ઓળખ પરેડ કરવાની તજવીજ આદરી મોરબી : મોરબીના જેતપર રોડ પર સિરામિક ફેકટરીમાં શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા નિપજાવનાર નરાધમને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી હતી. પોલીસે આ નરાધમને મોડી રાત્રે દબોચી લીધો હતો. મોરબીના જેતપર રોડ પરના બેલા નજીક આવેલી સિરામિક ફેકટરીમાં મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકી ગત રાત્રીના તેના ભાઈ સાથે સુતી હતી અને માતા પિતા કુદરતી હાજતે જવા ગયા હોય જે દરમિયાન અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હતો. બાળકી ગુમ થયાથી પગલે પરિવાર ચિંતાતુર બન્યો હતો અને બાળકીની શોધખોળ આદરી હતી જોકે સવાર સુધી તેનો પત્તો લાગ્યો ના હતો અને બાદમાં પાણીના ખાડામાં એક બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી અને મૃતદેહ ગુમ થયેલી બાળકીનો જ હોવાની ઓળખ થઇ હતી બનાવની ગંભીરતાને સમજી તાલુકા પોલીસ ઉપરાંત ડીવાયએસપી સહિતની ટીમ દોડી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પીએમ માટે રાજકોટ મોકલાયો હતો જે ફોરેન્સિક પી.એમ.માં પણ બાળકી સાથે દુષ્કર્મ થયાનું ફલિત થયું હતું જેને પગલે તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બાળકીનું અપહરણ, હત્યા અને દુષ્કર્મ સહિતના ગુન્હા નોંધી આરોપીની શોધખોળ ચલાવી હતી જેમાં મહેન્દ્રનગર ચોકડી નજીક બસની રાહ જોઈ બેસેલો બિહારી યુવાન સુરજ ચૌહાણ નામના શકમંદ શખ્સને દબોચી લેવાયો છે અને શકમંદ આરોપીની ઓળખ પરેડ કરવા તાલુકા પોલીસે તજવીજ આદરી છે.