ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામના ધરતી પુત્રોએ જાત મહેનત અને સ્વખર્ચે તળાવ ઉડા ઉતારવાની કામગીરી હાથ ધરી છે. ખેડુતો દ્વારા જેસીબી વડે તળાવ ખોદીને ટેકટર મારફત તે કાપનો ફેરો કરી તેને ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. સરકારે તળાવો નદી માથી કાપ દુર કરી ઉડા ઉતારવાની છુટ આપી છે જેને પગલે ટંકારા ના હરબટીયાળી ગામ ના જગતતાત દ્વારા જીસીબી વડે નદી ને કાપ મુકત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ તકે ટંકારા- પડધરી ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, તાલુકા પંચાયત પ્રમુખ ભુપત ગોધાણી, હરબટીયાળીના આગેવાન અને કારોબારી ચેરમેન અશોક સંધાણી , શિક્ષણવિદ નમેરાજી સહીતના હાજર રહ્યા હતા અને ગ્રામજનોની કામગીરીને બિરદાવી હતી.