મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના જે.કે. ઝાલા સહિતનો સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વિસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર નજીક કિસ્મત પાન સામે જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા જુસબ મામદ મોવર, યુસુફ હારુન મોવર, જુસેન હાસમ કાટિયા, અને સાઉદીનહાજી મિયાણા રહે બધા મદીના સોસાયટી વિસીપરા વાળાને રોકડ રકમ રૂ.૨૨,૨૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.