૨૦ મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ખેડૂતોને સંબોધી વિશેષ માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબીના માર્કેટ યાર્ડ ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોરબીના માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કિસાન કલ્યાણ મેળામાં ૨૦ મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે.જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રગતિશીલ ખેડૂત તરીકે પાનેલીના નરભેરામભાઈ દેવશીભાઈ વરમોરા, થોરાળાના ગણેશભાઈ રામજીભાઈ અંબાણી અને ખાખરાળાના શિવલાલ રાઘવજીભાઈ ડાંગરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે આઈ.કે.જાડેજાએ ખેડૂતોને સંબોધીને કહ્યું હતું કે ખેડૂતોએ સજીવ ખેતી તરફ વળી ઉપજાવ વૃક્ષો વાવી વધુ આવક મેળવવી જોઈએ. ઉપરાંત તેઓએ આધુનિક ખેતી કરી તેમજ ખેડૂતોએ જાતે જ ગ્રુપ બનાવી માલ વેચવાની વ્યવસ્થા કરવા પર ભાર મુક્યો હતો.