મોરબી : મોરબી જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ મણીભાઈ સરડવાનો આજે જન્મદિવસ છે. શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા તેમજ મૌન જેમની તાકાત છે એવા જિલ્લા પ્રા. શિ. સંઘ - મોરબી ના પ્રમુખ મણિભાઈ સરડવાને આજે ઠેર ઠેર થી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. મણીભાઈ સરડવા હાલ મોરબી જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘનું સફળતા પૂર્વક સુકાન સંભાળી રહ્યા છે. જાહેર જીવનમાં પણ તેઓ સેવકાર્યોમાં હમેશા અગ્રેસર રહે છે.મણીભાઈ સરડવા જીવનમાં સદાય પ્રગતિ કરતા રહે ,સુખ,શાંતિ અને સમૃદ્ધિ પામેં તેવી સ્નેહીજનો તરફ થી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.