મોરબી : મોરબી શહેરના બે સ્થળોએ દરોડા પાડી પોલીસે જાહેરમાં વરલીના આંકડા લેતા ૨ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બનેં આરોપીઓની અટક કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં જુદા જુદા બે સ્થળોએથી પોલીસે વરલીના આંકડા લેતા ૨ શખ્સોને પકડ્યા હતા. જેમાં સિપાઈ વાસમાંથી મન્સુરભાઈ અલાઉદિનભાઈ અન્સારી ઉ.વ.૪૫ રહે. જોનશનનગર શેરી નં.ઇ-૧૨ અને જૂના બસ સ્ટેન્ડ પાસે ગેબનશાહ પીરની દરગાહ નજીકથી આરીફભાઈ મુસ્તકભાઈ બ્લોચ ઉ.વ.૩૭ રહે. મકરાણીવાસ ભોજનશાળા પાછળ વાળાને પોલિસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.