મોરબી : મોરબીના સમય ગેઇટ પાસે આવેલા શિવ હોલ ખાતે આગામી તા.૬ ને રવિવારના રોજ વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના સાધકો જોડાઈ શકશે. મોરબીના શનાળા રોડ પર સમય ગેટ પાસે આવેલ શિવ હોલમાં આગામી તા.૬ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ સુધી વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ યોજાશે. જેમાં ૯ કલાકે રજીસ્ટ્રેશન, ૯:૩૦ એ આનાપાન ધ્યાન પ્રશિક્ષણ, ૧૦એ વિપશ્યના ધ્યાન પ્રવચન, ૧૧એ પ્રશ્નોતરી તથા અનુભવો ત્યારબાદ ૧૧:૪૫ થી ૧૨ આગામી શિબિરનું રજીસ્ટ્રેશન, સીડી તથા પુસ્તકનું વેચાણ કરવામા આવશે. વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમમાં ૧૮ વર્ષથી ઉપરના સાધકો જોડાઈ શકશે. આ ઉપરાંત આગામી તા.૧૬ થી ૨૭ મી સુધી વિપશ્યના સ્પેશિયલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.