મોરબી : મોરબીના હજનાળી ગામે બીડી બાક્સના પૈસા મુદ્દે બે શખ્સોએ એક વ્યક્તિને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દિલુભા ઘેલાભા બારોટ જાતે ગઢવી ઉવ ૬૪ ધંધો નીવૃત રહે ગામ હજનાળી, નવાગામ અંબાનગર તા જી મોરબી વાળાને આરોપી (૧) પરેશભાઇ ધરમશીભાઇ પટેલ (૨) ધરમશીભાઇ પટેલ બંન્ને રહે, ગામ હજનાળી નવાગામ અંબાનગર તા જી મોરબી વાળાઓએ બાકસ બીડીના વધેલા રૂપીયા નહીં આપી અગાઉ ફરીયાદીના ભત્રીજા પાસેના લેતી દેતીના રૂપીયાની વાત કરીને ફરીને બંને હાથના ભાગે તેમજ શરીરના ભાગે લાકડાની પટી જેવી લાકડી વડે માર મારી બંને હાથના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપી નં (૨) એ ફરીને ઢીકાપાટુનો માર મારી ગાળાગાળી કરી એકબીજાની મદદગારી કરી ગુના કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.