મોરબી: મોરબીના કાલિકા પ્લોટમાં રેહતી માતા પુત્રી છેલ્લા ચાર દિવસથી લાપતા બનતા તેના પરિવારજનોએ આ અંગે પોલીસ મથકમાં રજૂઆત કરી છે. ત્યારે પોલીસે માતા પુત્રીની શોધ ખોળ ચલાવી છે. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા પરેશભાઈ બુદ્ધદેવે એ-ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી છે ગત તા. ૨૬ ના રોજ તે બપોરના સમયે ઘરેથી જમ્યા બાદ નોકરી પર ગયા હતા.ત્યારબાદ રાત્રીના ૮ વાગે ઘરે પરત આવ્યા ત્યારે તેની પત્ની મેઘાબેન અને દીકરી આરતી (ઉ.વ.૧૨ ) ઘરે ન હતા. આજુબાજુમાં શોધખોળ કરી પણ બન્નેની કઈ ભાળ મળી ન હતી અને સગા સંબંધીને ત્યાં પણ ફોન કરતા તેઓ ત્યાં પણ ન હતા. ત્રણ દિવસ શોધખોળ બાદ પણ કઈ પતો ન લાગતા મહિલાના પતિએ પોલીસમાં અરજી કરી છે જેમાં વધુમાં મળતી વિગત મુજબ પરેશભાઈના લગ્ન ૧૮ વર્ષ પૂર્વે મેઘાબેન સાથે થયા હતા જેમાંથી એક પુત્ર વિક્રમ અને એક દીકરી આરતી એમ બે સંતાનો છે