મોરબી :મોરબી ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો.ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) ની બેઠક સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતીમાં કલેકટર કચેરી સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સરકારની જન કલ્યાણની અનેકવિધ યોજનાઓ છે જેની વિસ્તૃત રૂપરેખા આપી જણાવ્યુ હતું કે આ યોજનાઓ રાજયમાં વસ્તા તમામનો છેવાડાના લોકોને લાભ મળી રહે તે માટેનો સરકારનો અભિગમ છે તેને આપણે સૌ સાથે મળી આ લાભો જરૂરિયાતમંદ સુધી પોહચતા કરવાના પ્રયત્ન કરીએ તેમ જણાવ્યું હતું . તેમણે લોકોને પૂરતુ પીવાનું પાણી મળી રહે તે માટેની થયેલ વ્યવસ્થાઓની પણ જાણકારી મેળવી હતી તેમજ આવાસો ફાળવણી કામગીરીમાં ગતી લાવવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ રજુ થયેલ યોજનાકીય પ્રશ્નોને સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ યોજનાકીય લાભો વધુને વધુ લોકો સુધી પહોચે તે માટે સંકલન સાધી કામગીરી કરવા અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી બેઠકમાં ધારાસભ્યો સર્વ બ્રીજેશભાઈ મેરજા, લલીતભાઈ કગથરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ તથા જિલ્લાના સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. [caption id='attachment_22314' align='aligncenter' width='300'] morbi disha bethak[/caption]