ત્રણ દિવસના મહોત્સવમાં ગોપીકાન, ધર્મસભા અને મહાપ્રસાદ સહિતના આયોજનો મોરબી: મોરબી તાલુકાના બિલિયા, બગથળા અને બરવાળા આ ત્રણેય ગામની મધ્યમાં આવેલા પ્રાચીન બીલેશ્વરધામમાં આગામી તા. ૮ થી ૧૦ મેં સુધી બીલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં કાન ગોપી, ધર્મસભા અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. મોરબી તાલુકા બિલિયા, બગથળા અને બરવાળા આ ત્રણેય ગામની વચ્ચે આવેલા હજારો લોકોની આસ્થાના પ્રતીક સમાં બીલેશ્વરધામમાં ભુકંપના કારણે ઘણું નુકશાન થયું હતું.હાલ આ મંદિરનું નવ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ધ્રાંગધ્રાના ખાસ પથ્થરો માંથી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આગામી તા.૮ થી ૧૦ સુધી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૯ ને બુધવારે રાત્રે ૧૦ કલાકે કાનગોપી તેમજ તા.૧૦ ને ગુરુવારે બપોરે ૨:૩૦ કલાકે ધર્મસભા અને સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે. મહાપ્રસાદમાં આસપાસના ગામો બિલિયા, બગથળા, ખાખરાળા અને બરવાળા ગામના લોકો ભાવભેર જોડાશે. બીલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીની સ્વયંભૂ લિંગ છે. મંદિર નો ઇતિહાસ જોઈએ તો રાજા રજવાડા ના વખતમા મોરબીના વાણીયા ની ગાયને ચરાવવા માટે ભરવાડને સોંપવામાં આવી હતી. ત્યારે લાંબા સમયે ગાય દુજતા વાણીયો ગાય દોવે પણ દુઘ આવતુ નહી પછી તપાસ કરતા બીલીયા બગથળા બરવાળા ની મઘ્યની સીમમા ગાય આપો આપ દોવાય જાય તેવુ ચીત્ર નજરે નીહાળ્યુ પછી ખોદકામ કરતા ત્યા સ્વયંંભુ શીવલીંગના દર્શન થયા પછી ત્યા મંદીર બનાવવામા આવ્યુ હતું. આ મંદિરનું નામ બીલેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું.