- text
મોરબી : મોરબીના પંચાસર ગામે આઈપીએલ પર સટ્ટો રમતા નવ સટોડીયાઓને ઝડપી લેતા સટોડીયા આલમમાં ફફડાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સનરાઈઝર હૈદરાબાદ અને કિંગ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ રહ્યો હતો ત્યારે મોરબીના પંચાસર ગામે રહેતા રવિ ગોવિંદભાઈ પરમારના રહેણાંક મકાનમાં મોરબી તાલુકા પોલીસે દરોડો પાડીને આઈપીએલ પર સટ્ટો રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતા.
- text
આ દરોડામાં પોલીસે રવિ, મયુરસિંહ જાડેજા રહે માધાપર, અંકિત અરુણભાઈ રાઠોડ રહે-વાવડી રોડ, હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે-પંચાસર, મહાવીરસિંહ ધીરુભા ઝાલા રહે-પંચાસર, જયેન્દ્રસિંહ લાલભા જાડેજા રહે-વાવડી રોડ, ગોપાલસિંહ નારૂભા જાડેજા રહે –વાવડી રોડ, ભરતસિંહ ચંદુભા ઝાલા રહે-પંચાસર, મયુરસિંહ કિરીટસિંહ ઝાલા રહે-પંચાસર વાળાને મોબાઈલ નંગ-૧૭ કીમત રૂ.૨૦૫૦૦, ટીવી સહિતની ઇલેક્ટ્રિક સાધનો અને રોકડ રકમ મળીને કુલ મુદામાલ કીમત રૂ.૬૩૯૦૦ સાથે ઝડપી લીધા હતા.
વધુમાં મોરબી તાલુકા પોલીસે નવ સટોડીયાઓને ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- text