- text
વાંકાનેર નજીક ઉદ્યોગપતિની કાર પાસે વિસ્ફોટક પદાર્થ ફોડી ખૂનની ધમકી આપી ફોન પર અજાણ્યા શખ્સે ખંડણીની માંગણી કરી
મોરબી: મોરબીના સીરામીક ઉદ્યોગપતિની કાર પાસે વિસ્ફોટક પદાર્થ ફોડી તેને ડરાવવાનો પ્રયત્ન કરીને ધમકી આપી રૂ.૧ કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.ઉદ્યોગપતિએ બનાવ સંદર્ભે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
- text
હાલ મોરબી રહેતા અને મૂળ જોડિયાના જશાપર ગામના વતની પ્રવીણભાઈ વલ્લભભાઈ બારૈયા નામના ઉદ્યોગપતિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તા. ૨૦એ રાત્રીના સમયે પોતાના મિત્ર કલ્પેશની સાથે કારમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે પર કાર નજીક વિસ્ફોટક પદાર્થ ફૂટ્યો હતો. બાદમાં તેને ફોન આવ્યો હતો
ફોન પર એક વ્યક્તિએ કહ્યું કે બસ આટલી જ વાર લાગે . તને અને તારા પરિવારને મારી નાખીશ એમ કહીને રૂ.૧ કરોડની ખંડણી માંગી હતી. બનાવ સંદર્ભે ઉદ્યોગપતિએ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- text