વિજયનગર ખાતે આવેલા બુદ્ધ વિહારમાં વંદના, ધમ્મ દેશના અને સુજાતા ભોજન સહિતના આયોજનો મોરબી: મોરબીના વિજયનગરમાં આવેલા બૌદ્ધ વિહારમાં આગામી તા.૩૦ ને સોમવારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જેમાં બુદ્ધ વંદના, ધમ્મ દેશના અને સુજાતા ભોજન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં શાંતિના પ્રતિક માનવ ગુરૂ અને વૈજ્ઞાનિક ધર્મ બૌદ્ધ ધર્મના સર્જક તથાગત ગૌતમ બુદ્ધની ૨૫૬૨મી જન્મ જયંતી પુરા વિશ્વમાં શાનદાર રીતે ઉજવવામાં આવી રહી છે ભારત દેશના તમામ રાજ્યો તથા જીલ્લાઓ માં પણ બુદ્ધ પુર્ણિમાં ઉજવાઈ રહી છે ત્યારે મોરબીના વિજયનગરમાં આવેલ બૌદ્ધ વિહાર માં તા.૩૦-૪-૧૮ સોમવાર ના સાંજે ૬-૦૦ કલાકે વંદના તથા ધમ્મ દેશના અને રાત્રે ૮-૩૦ સુજાતા ભોજન નું આયોજન કરવામાં આવેલ છે તો તમામ બૌદ્ધ ધમ્મના ઉપાસક ઉપાસિકાઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપી બુદ્ધ પુર્ણિમાંની ઉજવણીમાં સહભાગી બનવા બૌદ્ધ વિહાર સમિતિ વિજયનગર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.