- text
આરોપીને ચાર દિવસમાં ગમે ત્યાંથી રજુ કરવા કોર્ટનો આદેશ
મોરબી : મોરબીના શાંતિવન આશ્રમમાં સેવા પૂજા કરતા મહંત પાસેથી ૨૫ લાખ ઉછીના લઈ જુગારમાં હારી જનાર શખ્સને મોરબી કોર્ટે 3 વર્ષની કેદ અને દસ હજારનો દંડ ફટકારવા હુકમ કર્યો હતો. સાથો સાથ આરોપી હાજર ન હોય અદાલતે આરોપીને ભારતના કોઈપણ ખૂણેથી શોધી કાઢી ચાર દિવસમાં કોર્ટ માં હાજર કરવા બી ડિવિઝન પોલીસને હુકમ કર્યો છે.
- text
આ કેસની વિગતો જોઈએ તો મોરબીના શાંતિવન આશ્રમમાં સેવા પૂજા કરતા કલ્યાણાનંદ કેશવાનંદ પાસેથી રૂપિયા ૨૫ લાખ હાથ ઉછીના લઈ બાદમાં આ નાણાં જુગાર સટ્ટામાં હારી ગયાનું કહી ખોટું આળ મુકનાર ભરત માવજી તથા રમેશ ડાયાભાઇએ મહંતના પૈસા ચૂકવવાનો નનૈયો ભણી બ્લેક મેઇલિંગ કરતા આ મામલે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.
- text