૩૦મી સુધી ચાલનારી આ કથાનું જમના દાસજી મહારાજ સંગીતમય શૈલીમાં કરાવશે રસપાન : ૨૬મીએ સંતવાણી હડમતીયા : ટંકારા તાલુકાના સજનપર ગામે આજથી તા.૩૦ સુધી શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસ પીઠ વિદ્વાન શિવ પુરાણ ભૂષણ જમના દાસજી મહારાજ (ભરતનગર વાળા ) બિરાજીને સંગીતમય શૈલીમાં તેમની દિવ્ય વાણી થી અમ્રુત કથાનુ રસપાન કરાવી રહ્યા છે. આજે પ્રથમ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકોએ શિવકથાનો લાભ લીધો હતો. ટંકારાના સજનપર ગામે આજથી શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ થયો છે. આ કથાની તા.૩૦મીએ પુર્ણાહુતી થશે. વ્યાસ પીઠ વિદ્વાન શિવ પુરાણ ભૂષણ જમના દાસજી મહારાજ (ભરતનગર વાળા ) બિરાજીને દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધીમાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.તા.૨૬ ને ગુરૂવાર રાત્રે ૯ કલાકે સંતવાણી નું આયોજન કરેલ છે જેમાં ભજનીક ગોપાલભાઈ સાધુ તેમજ હાસ્યકલાકાર મનસુખભાઈ વસોયા સાથે સાજીંદા ગ્રુપ ગોવિંદ & ગોપાલ ગ્રૂપ દ્વારા રમજટ બોલાવવામાં આવશે. આ શુભ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા બિલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી આનંદગિરીબાપુ તેમજ સમસ્ત સજનપર ગામેં હાર્દિક આમંત્રણ પાઠવ્યુ છે.